શૈક્ષણિક પ્રવાસ
શૈક્ષણિક પ્રવાસ ૨૬/૦૧/૨૦૧૮
સરદાર સરોવર દર્શન
જેમાં શાળાના બાળકોને સરદાર સરોવરના દર્શન કરાવ્યા તેનુ બાંધકામ તેમજ વિશાળ કદના સરદાર વલ્લ્ભભાઇ પટેલના પુતળાના ચાલુ નિર્માણકાર્યને નિહાળવામાં આવ્યુ.આ ઉપરાત ટનલમાં ત્યાંની બસ દ્વારા ૨ કિલોમીટર અંદર જ્યાં વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશાળ ટર્બાઇન રુબરુ નિહાળ્યા અને વિદ્યુત ઉત્પન્ન કરવાની સમગ્ર પ્રક્રીયાને સમજાવવામાં આવી તેમજ પાણી અને વિદ્યુત વિભાજન ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશ આમ ત્રણે રાજ્યની વહેચણી પણ ત્યા લગાવેલા ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું આ ઉપરાંત વિશાળ કેનાલો પણ બતાવવામાં આવી.આમ નર્મદા નદી એ ગુજરાત રાજ્યની જીવાદોરી કેમ કહેવાય છે તે બાળકોને સવિસ્તર સમજાવવામાં આવ્યું.
નિલકંઠધામ પોઇચા
સરદાર સરોવર જોયા બાદ અમો જમ્યા બાદ બપોરના સઅમયે નિલકંઠધામ પોઇચા મુકામે પહોચ્યા ત્યા સ્વામિનારાયણ સમ્પ્રદાયે ખુબજ વિશાળ જગ્યામાં મંદીર અને સાથે સાથે પ્રક્રુત્તિ નો અદભુત આનંદ મેળવી શકાય તેવું વાતાવરણ ઉભુ કરેલ છે જ્યાં મોટાભાગની ધાર્મિક ઘટનાને હાલતા ચાલતા પુતળાઓ દ્વારા સુંદર રીતે ઓડીયો વિઝ્યુઅલ ઇફેક્ટ થી રીતે પ્રસ્તુત કરેલ છે જે ખરેખર જોવાલાયક છે સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વથી પણ ઘણા પ્રદર્શન જેમકે સાયંસ સીટી,ઇંફો સીટી,વોટર શો,વ્યસન મુક્તિ અંગેનો શો ,નૌકા વિહાર આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રદર્શનો તેમજ બાળકો માટે ક્રીડાંગણ અને રાતના સમયે અદભુત લાઇટોથી સજાવેલ સ્વામીનારાયણ મંદિર જોવા અને માણવાલાયક છે આમ લગભગ આખો દિવસ પણ ઓછો પડે એમ છે અહી બાળકોને ખુબ મજા આવે તેમ છે અને સૌ શિક્ષક સ્ટાફે બાળકો સાથે આનંદ સાથે બાળકોને પગલે પગલે નવિન જ્ઞાનનું ભાથુ આપી પ્રવાસ પુર્ણ કરેલ..
શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૬/૧૭
એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ જેમાં વિધાનસભા તેમજ ગાંધીનગર મહાત્મા મંદિર અમ્દાવાદ કાંકરીયા ઝૂ બતાવવામાં આવ્યા .
No comments:
Post a Comment