જ્ઞાનકુંજ પ્રોજેક્ટ

અડપોદરા પ્રાથમિક શાળા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અહેવાલ

                     આજે ટેકનોલોજીનો શિક્ષણની તમામ બાબતો કે કક્ષાઓમાં ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે આજનો વિદ્યાર્થી આગળ જતા ટેકનોલોજીના યુગમાં ટકી શકે તે માટે ગણીત,વિજ્ઞાનને ટેકનોલોજી અને અંગ્રેજી  વિષય પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે આથી આપણે વિદ્યાર્થીઓમાં  ગણિત ,વિજ્ઞાન કે અંગ્રેજી જેવા વિષયોમાં રસ અને રુચી વધારવી જ રહી.આ તબક્કામાં સરકારશ્રી તરફથી ૫ મી સપ્ટેમ્બર ૨૦૧૭ શિક્ષક દિવસના શુભ દિવસના રોજ રાજ્યની ૧૬૦૯ જેટલી પ્રાથમિકશાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો જેમાં હિંમતનગર તાલુકાની ૪ શાળાઓ પૈકી ૩ શહેરી વિસ્તાર હિમતનગર અને ગ્રામ્ય વિસ્તાર ગણીએતો એક માત્ર અડપોદરા પ્રાથમિકશાળામાં શરુ કરવામાં આવેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શાળા કક્ષાએ ખુબ જ અસરકારક પુરવાર થઇ રહેલ જણાય છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુબજ લાભદાયી છે જ તેમજ ખાનગી શાળાને પછ્ડાટ આપવા માટે ટર્નીંગ પોઇંટ સાબીત  થઇ  રહેલ જણાય છે
          જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ ટેકનોલોજીની મદદથી વિશ્વ સ્તરે સક્ષમ થવામાં સહાય કરે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવતા મારી શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષણકાર્યમાં  બદલાવ સાથે ટેકનોલોજીના માધ્યમથી નવા આયામો સર કર્યા છે જે આ મુજબ છે

(૧) પ્લીકર્સ કાર્ડના ઉપયોગથી ઓછા સમયમાં મુલ્યાંકન

                  શિક્ષક મિત્રો એસ.સી..મુલ્યાંકન પધ્ધતિમાં તમામ હેતુઓના ટેસ્ટ લિધેલ હોવા જોઇએ એ પણ પુરાવાઓ સાથે તો મિત્રો આપણુ કામ સરળ થાય ટેસ્ટ લેવાય અને પુરાવા પણ રાખી શકિએ તેમજ ટેસ્ટ પેપર જોવાની માથાકુટ માંથી મુક્તિ મેળવવા માટે ટેકનોલોજીના માધ્યમથી આ તમામ પ્રક્રિયા સરળ થઇ શકે છે જો આપની શાળા જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં આવરી લિધેલ હોય તો વધારે સરળતા રહેશે નહિ હોય તો પણ આપ કોમ્પ્યુટર ની મદદથી આમ કરી શકો છો. પ્લિકર્સ કાર્ડ નો સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરવા માટેના પગથીયા છે તેને અનુસરો એટલે આપ સરળતાથી આનો ઉપયોગ કરી શક્શો બે થી ત્રણ વાર ટેસ્ટ લેશો એટ્લે આપને આનો મહાવરો થઇ જશે.મારી શાળાના  ઉચ્ચત્તર વિભાગના તમામ શિક્ષકો  આ પ્રકારે ટેસ્ટ લે છે.
વધુ માહિતી માટે અડપોદરા પ્રાથમિક શાળાના બ્લોગ પર તમામ પ્રકારે માહીતી મળી રહેશે નિચેના URL પર જવુ.



(૨) Augment Reality Technology in classroom


                      આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે વિદ્યાર્થીઓ વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધે તે જરુરી છે પરિણામે અમારી શાળામાં Augment Reality Technology ના ઉપયોગથી બાળકોમાં જિજ્ઞાસાવ્રુત્તિ, અવલોકન,ચોકસાઇ,વિવેચનાત્મક ચિંતન,નિર્ણય શક્તિ,વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સર્જનાત્મકતા વગેરેનો વિકાસ થાય છે.
                Augment Reality Technology માં quivervision.com નો ઉપયોગ કરી વિધ્યાર્થી દ્વારા પ્રવ્રુત્તિઓ કરાવવામાં આવે છે જેમાંવિધ્યાર્થીઓ ખુબ હોશે હોશે જોડાય છે જેમાં સૌ પ્રથમ ઉપર આપેલ સાઇટ પરથી ચિત્ર ડાઉનલોડ કરી તેમાં બાળકોને મનગમતા રમ્ગ પુરાવામાં આવે છેત્યાર બાદ મોબાઇલમાં quiver એપ્સ ડાઉનલોડ કરી બાળકના ચિત્રને સ્કેન કરાવવામાં આવે છે જેનાથી આપેલ ચિત્ર જીવંત થઇ ચાલવા લાગે છે દા.ત.પક્ષી હોય તો ઉડવા લાગે ગાડી હોય તો ચાલવા લાગે દિવાળી પર રોકેટ સળાગાવિએ છીએ તે ઉડે અને અવાજ સાથે ફુટે પણ ખરા તે પણ વાસ્તવીક અવાજ સાથે  જેનાથી સમગ્ર વાતાવરણ જીવંત થઇ જાય છે અને બાળકના આનંદનો પાર નથી હોતો .
                  


                    આમ Augment Reality Technology  ના ઉપયોગ થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રુચી અવલોકન,ચોકસાઇ,વિવેચનાત્મક ચિંતન,નિર્ણય શક્તિ,વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધારી શકાય છે
 C S  PATHSHALA 
                            અડપોદરા પ્રાથમિક શાળામાં સી.એસ.પાઠશાલા કાર્યક્રમ ઓક્ટોબર 2017 થી શરૂ કરવામાં આવેલ જેમાં બાળકોમાં તમામ પ્રકારની શક્તિઓનો વિકાસ થાય તેમજ કોઈ પણ કાર્ય ને ચોક્કસ પદ્ધતિ મુજબ અલગોરિધમ મુજબ કરવામાં આવે તો તે સફળતાના શિખરો સરળતાથી સર કરી શકે છે અહીં શાળાના તમામ શિક્ષકોને ધોરણ 1 થી 8 ના બાળકોને તેમને લેવાનો થતો અભ્યાસક્રમ કેવો હશે શુ પ્રવૃત્તિઓ કરવાની તમામ પ્રકારની માહિતી જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત આઈ.આર.બોર્ડ.ડિસ્પ્લે પર સમગ્ર કાર્યક્રમ ની વિસ્તૃતમાં ઉદાહરણ સાથે મુખ્ય શિક્ષક બાબુભાઇ પ્રણામી અને પરેશભાઈ પટેલ દ્વારા  સમજ આપવામાં આવે છે આ કાર્યક્રમની વર્ગખંડ લક્ષી એક્ટિવિટીઓ અને પ્રવૃતિઓ દરરોજ 4:30 થી 5 વાગ્યા સુધી તમામ શિક્ષકો પોતાના વર્ગોમાં કરાવે છે.



                                CS PATHSHALA એ ચોક્કસ પ્રકારના વિઝન મિશન અને ગોલ સાથે  કાર્ય કરે છે 

અડપોદરા ક્લસ્ટર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સારી બાબતો

(૧) જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ને કારણે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કાર્યમાં સરળીકરણથી    વિધ્યાર્થીઓ ઝડપથી શીખે છે
(૨) તમામ બાબતો ઓડિયો વિઝ્યુઅલ હોઇ ઝડપથી સમજી શકાય છે
(૩) શાળા સાથે વિધ્યાથીઓનો લગાવ વધ્યો છે
(૪) કોઇ પણ ટોપિક ને યૂટયુબ ના માધ્મથી ઝ્ડપથી બાળકો સમક્ષ રજુ કરી શકાય છે
(૫) અન્ય શાળાઓના પ્રોજેક્ટ કે પ્રવ્રુત્તિઓ આપણી શાળામાં લાઇવ કરી બતાવી શકાય છે
(૬) ટેકનોલોજીના માધ્ય્મથી ઝ્ડપથી મુલ્યાંકન કરી ત્વરિત પરિણામ  આપી શકાય છે
(૭) ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓનુ  માન સન્માન વધે છે
(૮)ઇંટરનેટ્થી એક ટોપિકના સેકંડમાં હજારોની સંખ્યામાં ઉદાહરણો રજુ કરી શકવાથી કોઇ પણ મુદ્દાને વધારે સરળતાથી શીખવી શકાય છે.
(૯) શિક્ષકો અને વિધ્યાર્થીઓ ટેકનોલોજીથી માહીતગાર બને છે
(૧૦) શાળાની પ્રવ્રુત્તિઓને વાલીઓ કે વિશ્વ સમક્ષ મુકી શકાય છે 

               ***જ્ઞાનકુંજ પ્રોજેકટ નો ઉપયોગ કરી અલગ અલગ જિલ્લાઓની સાત   પ્રાથમિક શાળાઓ એકબીજા સાથે સંવાદ કર્યો. ***


             જ્ઞાનકુંજ પ્રોજેકટ નો ઉપયોગ કરી દેવભુમીદ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા ટેકનોલોજીના જાણકાર એવા શ્રી ચંદનસર ના આયોજન હેઠળ રાજ્યના અલગ જિલ્લાઓની સાત પ્રાથમિક શાળાઓ એકબીજા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓનલાઈન મુલાકાત કરવામાં આવી આમ ટેકનોલોજીનો ઉપયોગ કરી દુર દૂરની શાળાઓને જોડી આદાનપ્રદાન કરી શકાય છે બહુ જ રોમાંચક અનુભવ બાળકો અને શિક્ષકો માટે રહ્યો....






જ્ઞાનકુંજ પ્રોજેકટ નું ઉદ્ઘાટન 5.9.2017




No comments: